ગાંધીનગરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો…..

0
93

ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજ્યના પાટનગરમાં પ્રથમ રોડ શો યોજાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પ્રધાનમંત્રીની ઝલક મેળવવા અને અભિવાદન કરવા નગરજનો ઉમટી પડ્યા હતા. રાજ્યના પાટનગરમાં આ પ્રથમ રોડ શોને કારણે અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. સવારે 10:30 વાગ્યે રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ-શો કર્યો હતો. સવારે 11 વાગ્યે મહાત્મા મંદિર અર્બન ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં હાજરી આપી હતી. જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું. તેના બાદ શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.