ગાંધીનગરમાં બે લોકોનો જીવ લેનાર નબીરો 5 દિવસના રિમાન્ડ પર

0
559

ગાંધીનગરના રાયસણથી રાંદેસણના સર્વિસ રોડ ઉપર શુક્રવારે સવારે સર્જાયેલા અકસ્માતની ઘટનાએ લોકોને અમદાવાદના તથ્યકાંડની યાદ તાજી કરાવી દીધી હતી. અકસ્માતની આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 3 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આરોપી હિતેશ પટેલની ધરપકડ કરી તેની વિરૂદ્ધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં નબીરાએ ગર્લફ્રેન્ડના ઘરેથી નીકળ્યા બાદ અકસ્માત સર્જયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આજે (26 જુલાઇ) આરોપી હિતેશ પટેલને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.