ગાંધીનગરમાં ભારતીય લોકનૃત્યોનો મહાકુંભ વસઁતોત્સવ યોજાશે 

0
134

ગાંધીનગર ફરી એકવાર ભારતીય કલા અને સંસ્કૃતિના રંગે રંગાવા તૈયાર થયું છે. સાબરમતી નદીના કિનારે આવેલા સંસ્કૃતિ કુંજ ખાતે આગામી 21મી ફેબ્રુઆરીથી બીજી માર્ચ દરમિયાન વસંતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષના મોટાભાગના સમયમાં શાંત રહેતી સાબરમતીની કોતરો આ દિવસોમાં દેશભરના નામીઅનામી કલાકારોના ઘૂંઘરુના નાદ અને લોકનૃત્યોના તાલે જીવંત બની ઉઠશે.

દેશની પરંપરાગત કલાઓને એક જ મંચ પર પ્રદર્શિત કરાશે
ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે આગામી 21મી ફેબ્રુઆરીથી 2જી માર્ચ દરમિયાન વસંતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત ન રહેતા સમગ્ર દેશની પરંપરાગત કલાઓને એક જ મંચ પર પ્રદર્શિત કરતો મિની ભારત સમાન સાંસ્કૃતિક ઉત્સવ બની રહેશે. આ વર્ષે હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ની થીમ સાથે આયોજિત આ ઉત્સવમાં વડાપ્રધાનના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના વિઝનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દેશના ખૂણેખૂણેથી આવેલા હસ્તકલાના કસબીઓ પોતાની કલાસૂઝથી નિર્મિત સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરશે.