ગાંધીનગરમાં મેઘરાજા મેહરબાન..!!

0
201

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે અને સૌરાષ્ટ્ર, કચ્છમાં મુશળધાર વરસાદ પડ્યો છે ત્યારે ગાંધીનગરમાં વરસાદની શરૂઆત ધીમી છે છતાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી ઝાપટાને કારણે ગાંધીનગર જિલ્લામાં અત્યારસુધીમાં સિઝનનો સરેરાશ 15.51 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગાંધીનગર જિલ્લામાં સિઝનનો સરેરાશ કુલ વરસાદ 777 મીલીમીટર જેટલો આંકવામાં આવ્યો છે જે પૈકી અત્યારસુધીમાં જિલ્લામાં સરેરાશ 121 મી.મી. એટલે કે અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. સૌથી વધુ 18 ટકા વરસાદ ગાંધીનગર અને માણસા તાલુકામાં નોંધાયો છે.