ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના બાંધકામનું કામ જુનમાં શરૂ થશે

0
878

માસ ટ્રાન્સપોર્ટ તરીકે અમદાવાદમાં મેટ્રો રેલ શરૂ થઇ ગઇ છે જો કે અન્ય રૂટ માટે કામગીરી ચાલી રહી છે. તેવી સ્થિતિમાં અમદાવાદ મેટ્રો રેલથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીના૨૮.૨૬ કિલોમીટરના પ્રોજેક્ટને ભારત સરકારની મંજુરી મળ્યા બાદ ગાંધીનગરમાં પણ મેટ્રોના ટ્રેક માટે સોઇલ ટેસ્ટીંગ સહિતના કામો શરૂ થઇ ગયા છે. ૫,૩૮૪.૧૭ કરોડના આ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગરમાં બાંધકામ આગામી જુન માસથી શરૂ થશે. જે પાંચ વર્ષમાં પુર્ણ કરી દેવાશે.

તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મેટ્રોરેલ પ્રોજેક્ટના કામોની સર્વગ્રાહી પ્રગતિસમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં મેટ્રો ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવાના કામોની દરખાસ્ત અને કેન્દ્ર સરકારે આપેલી મંજુરી સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મેટ્રોરેલ કોર્પોરેશનના એમ.ડી. એસ.એસ.રાઠૌરે  આ પ્રોજેક્ટ અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે મોટેરા અમદાવાદથી મહાત્મામંદિર ગાંધીનગર સુધીના કુલ ૨૮.૨૬ કિલોમીટર લંબાઇ ધરાવતા આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના ટેન્ડર ટુંક સમયમાં ઇન્વાઇટ કરવામાં આવશે. અમદાવાદ મેટ્રોરેલને મહાત્મા મંદિર ગાંધીનગર સુધી લંબાવવાના હેતુથી ગુજરાત સરકારે રજૂ કરેલી રૂપિયા ૫,૩૮૪.૧૭ કરોડની દરખાસ્તને ફેબુ્રઆરી ૨૦૧૯માં ભારત સરકારે મંજુરી આપી દીધી છે ત્યારે આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા પણ આ મંજૂરીપત્રમાં જણાવવામાં આવ્યું છે.

મોટેરાથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીના આ મેટ્રોરેલ પ્રોજેક્ટના બાંધકામ સંબંધિત કામગીરી જુન-૨૦૨૦માં શરૂ થશે અને માર્ચ ૨૦૨૪માં તે પુર્ણ કરવાનું આયોજન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here