ગાંધીનગર મહાનગર ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 11 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી હતી. શહેરના તમામ 11 વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવેના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં રાજ્યવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. સભાઓમાં પ્રદેશ અને મહાનગર સ્તરના વક્તાઓએ મોદી સરકારની સિદ્ધિઓની માહિતી આપી હતી.






