ગાંધીનગરમાં લોકડાઉનમાં છૂટછાટ પહેલા 12 નવા કેસ

0
692

કેન્સરગ્રસ્ત અડાલજનો 40 વર્ષીય યુવાન કોરોનાની સામેની જંગ હારી જતા તેના મોત સાથે જિલ્લાની 7 વ્યક્તિનો કોરોનાએ ભોગ લીધો છે. શુક્રવારે રાંચરડા કોરન્ટાઇન સેન્ટરમાં નોકરી કરતો યુવાન સહિત કુલ પાંચ વ્યક્તિ કોરોનામાં સપડાયા તેમાં પરિવારની વ્યક્તિ જ જવાબદાર હતી. દહેગામ સીએચસીની લેબ ટેકનિશયન અને શબ્દલપુર આરોગ્ય કેન્દ્રનો એમપીએચડબલ્યુ કર્મચારી પોઝિટિવ બન્યા છે. છાલા અને અમરાપુરાની સગર્ભા મહિલાઓનો પોઝિટિવ થયાં છે. શહેરી વિસ્તારમાં સેક્ટર-27ની મહિલા અને સેક્ટર-24 ઇન્દીરાનગર છાપરામાં યુવાન પણ સપડાયો છે. ઉપરાંત અમદાવાદની કેડિલામાં નોકરી કરતો કુડાસણનો યુવાન સહિત જિલ્લામાં 12 કેસ નવા નોંધાયા છે. અડાલજના કેન્સરગ્રસ્ત યુવાનને તંત્રે નવમા દિવસે સત્તાવાર મૃત જાહેર કર્યો છે. જિલ્લામાં કોરોનાથી 7 વ્યક્તિઓના મોત થયા તેમાં ગાંધીનગરમાથી 1 અને ગ્રામ્યમાંથી 3, કલોલમાંથી 2 અને દહેગામમાંથી 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયુ છે. 24 કલાકમાં 5 વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ આવતા રજા અપાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here