ગાંધીનગરમાં સચિવાલયના DySO, આરોગ્ય કર્મીને કોરોના

0
514

ગાંધીનગરમાં નવા 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં સેક્ટર 3 ડીમાં રહેતા સચિવાલયમાં નર્મદા નિગમના પ્રૌઢ કર્મચારી, કોલવડા અને આલમપુર રહેતા તથા કલ્પતરૂ પાવર કંપનીમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડ તથા ભાતનો એપોલો હોસ્પિટલમાં સિક્યુરીટી તરીકે નોકરી કરતા યુવાનનો સમાવેશ થાય છે. જ્યારે ગાંધીનગર મહાપાલિકાની આરોગ્ય શાખાનો હેલ્થ વર્કર રાંદેસણમાં રહેતો યુવાન છે. નવા દર્દીઓના સીધા સંપર્કવાળા 9ને ફેસેલિટીમાં અને 25 વ્યક્તિને હોમ ક્વોરન્ટીન કર્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કુલ કેસ 108 થયા છે. નવા ચારેય કેસ જિલ્લાના ગાંધીનગર તાલુકામાંથી નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here