ગાંધીનગરમાં સેક્ટર 29 સ્થિત ઉમંગ પટેલના પરિવારના 7 સભ્યોના તારીખ 21મી માર્ચથી તારીખ 4 એપ્રિલ દરમિયાન કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યા હતાં અને તેમાનાં 2 સભ્યો સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દરમિયાન બુધવારે સિવિલમાં સારવારમાં રહેલા આ પરિવારના 85 વર્ષિય વૃદ્ધની તબિયત લથડતાં તેમને વેન્ટીલેટર પર મુકવામાં આવ્યાં હતાં. આ 85 વર્ષિય વૃદ્ધનું કોરોનાથી ગુરુવારે મૃત્ય થયું હતું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબી સુત્રોએ જણાવ્યું કે તેમને ડાયાબીટીશ હોવાની સાથે બ્લડપ્રેશરની બિમારી પણ હોવાથી સઘન સારવાર શરૂ કરવામાં આવી છે અને તેની જાણ મહાપાલિકાને પણ કરી દેવાઇ છે.સેક્ટર 29માં રહેતા અને તારીખ 28મી માર્ચે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ લેવાયેલા 85 વર્ષિય સાકળચંદ પટેલને બુધવારે બપોરે વેન્ટીલેટર પર મૂકવાની સ્થિતિ આવી હતી. નોંધવું રહેશે કે બિલ્ડર જશુભાઇ પટેલના પુત્ર ઉંમંગભાઇ પટેલને દુબઇ ફરવા ગયા તે દરમિયાન કોરોના ચેપ લાગ્યો હતો અને તેમને તારીખ 21મી માર્ચે અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતાં.
ત્યાર બાદ તારીખ 4 એપ્રિલ સુધીમાં અનુક્રમે તેમના પત્ની, દાદી, પિતા, દાદા, માતા અને ભાઇના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતાં અને તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડીને સારવાર શરૂ કરાઇ હતી. તેમાં તારીખ 4 એપ્રિલે ઉમંગના પત્ની અને દાદી સાજા થઇ જવાથી તેમને રજા પણ આપી દેવાઇ હતી.