ગાંધીનગરમાં 9 કેસ, કુડાસણમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના

0
578

ગાંધીનગરમાં નવા 9 કેસ નોંધાયા છે. જેમાં કુડાસણમાં એક જ પરિવારના ત્રણ સભ્યો, રાંદેસણમાં એક યુવતી, નાના ચીલોડા, સેક્ટર 24માં એક-એક કેસ અને કલોલમાં ત્રણ કેસ નોંધાયા છે. બોટાદ જિલ્લામાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથેજ જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 50એ પહોંચી છે. આ ઉપરાંત જામનગરમાં વધુ બે તબીબોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથેજ રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 7026એ પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 425 છે. આ સાથે જ કુલ 1709 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here