રાજ્યમાં ઓક્ટબર માસમાં સર્વાત્રિક થયેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકશાની બાબતે સમગ્ર રાજ્યમાં સર્વેની ચાલી રહેલ કામગીરીની સમીક્ષા માટે અધિક મુખ્ય સચિવ અંજુ શર્માની અધ્યક્ષતા હેઠળ વીડિયો કોન્ફરન્સ માધ્યમથી બેઠક યોજાઈ હતી. આ બેઠક અંતર્ગત ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા ગાંધીનગર જિલ્લામાં કુલ 91 ટીમ દ્વારા વરસાદના કારણે થયેલા નુકસાન બાબતે પ્રાથમિક સર્વેની કામગીરી હાથ ધરતા 4 તાલુકામાં 275થી વધુ ગામો અસરગ્રસ્ત થયાનો પ્રાથમિક રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરાયો હતો.






