ગાંધીનગર-અમદાવાદ વચ્ચે મેટ્રોની સીધી ક્નેક્ટિવિટીની સુવિધા 

0
62

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર મુસાફરોને મોટી રાહત મળી છે. મેટ્રો રેલ સેફ્ટી કમિશનર તરફથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવાની મંજૂરી મળી ગઈ છે.આ નવી વ્યવસ્થા અંતર્ગત, મુસાફરોને સેક્ટર-1 અથવા ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ કે GNLU સ્ટેશન પર ટ્રેન બદલવાની જરૂર નહીં પડે. આ સુવિધા 15મી ફેબ્રુઆરીથી APMCથી સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધી પ્રાયોગિક ધોરણે શરૂ થશે. મુસાફરોની સુવિધા માટે વધારાની વ્યવસ્થા કરતાં GNLU સ્ટેશન અને ગિફ્ટ સિટી ઓફિસો વચ્ચે બસ સેવાઓ પણ દર 30 મિનિટે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ બસ સેવા PDEU થઈને જશે, જેનાથી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને પણ લાભ થશે.