ગાંધીનગર કોર્પોરેશનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનનું કમઠાણ..!?!?

0
234

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા ગુજરાતમાં સૌથી ઊંચા ભાવે
ડોર ટુ ડોર કચરા કલેક્શનનું કામ સોંપી દેવાની હિલચાલ સામે વિરોધ
પક્ષના નેતાએ વિરોધ દર્શાવી સફાઈના કામમાં પણ તગડું કમિશન
મેળવી લેવાની મનપાની મનસા હોવાનો આક્ષેપ કર્યો છે અને આ
મામલે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરાવવાની માગણી કરી છે.ગાંધીનગર મહાનગર પાલિકા કાર્યરત થઈ ત્યારથી એક માત્ર સફાઈની મહત્ત્વની કામગીરી સંભાળીને વર્ષોવર્ષ સફાઈ માટે કરોડોના
ખર્ચા કરી રહી છે. આ એકમાત્ર કામગીરીમાં પણ મનપા તંત્રના પદાધિકારીઓ અને અધિકારીઓ પ્રતિવર્ષે કમિશન માટે નીતનવા પેતરા કરીને, કાયદાથી વિપરીત ઊંચા ભાવે પોતાની માનીતી એજન્સીને કોન્ટ્રેક્ટ
આપવાનો કારસો કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતાં વિરોધપક્ષના નેતા અંકિત
બારોટે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને આ ટેન્ડરમાં મીલીભગતની
તપાસ કરી, મનપાને આર્થિક નુકશાન પહોંચાડનાર સામે ખુલાસો માગીને કાર્યવાહી કરવા તથા સંકાસ્પદ ટેન્ડર રદ કરી, તજજ્ઞો પાસે નવી નીતિ સાથેનું ટેન્ડર, યોગ્ય સ્પર્ધા થાય અને ભ્રષ્ટાચાર ન થાય તે પ્રકારે વ્યવસ્થા
ગોઠવવા અંગે રજૂઆત કરી છે.