ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સૌ પ્રથમ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર કર્યા પછી આજે શનિવારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે 11 હજાર 161 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જિલ્લાના ઓવરઓલ રિઝલ્ટની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાનું 87.84 ટકા રિઝલ્ટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આજે શનિવારે સવારે 8 વાગ્યે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર થઈ ગયું છે.
રાજ્યમાં 4.22 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી 2.91 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 86.91 ટકા પરિણામ આવ્યું છે. મહત્વનું છે કે, કોરોના મહામારી પછી 2 વર્ષ પછી ઓફલાઈન પરીક્ષા યોજાઈ હતી. ગાંધીનગર જિલ્લામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 87.84 ટકા રિઝલ્ટ જાહેર થયું છે.
જિલ્લામાં સામાન્ય પ્રવાહના 11 હજાર 227 વિદ્યાર્થીમાંથી 11 હજાર 161 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં આજે જાહેર થયેલા થયેલા પરિણામ મુજબ જિલ્લામાંથી A1 ગ્રેડ મેળવનારા 42, A2 ગ્રેડ મેળવનારા 59, B1 ગ્રેડ મેળવનારા 1840, B2 ગ્રેડ મેળવનારા 2706, C1 ગ્રેડ મેળવનારા 3049, C2 ગ્રેડ મેળવનારા 1461, D ગ્રેડ મેળવનારા 112 વિદ્યાર્થીઓ છે. જ્યારે E1-1 અને Ni-1423 મળીને ઓવર ઓલ ગાંધીનગર જિલ્લામાં 87.84 ટકા પરિણામ જાહેર થયું છે.