ગાંધીનગર જિલ્લામાં ઓનલાઇન વારસાઇ સુવિધા શરૂ કરાઇ

0
1207

રાજય સરકાર દ્વારા  વિવિધ  મહેસૂલી સેવાઓ  ઓનલાઇન  કરવામાં  આવી રહી છે. ત્યારે  ખાસ કરીને  ઓનલાઇન એન.એ. ને  મળેલ  પ્રતિસાદના પગલે રાજય સરકાર દ્વારા ખેતી-બિન ખેતીના પ્રિમિયમની  પરવાનગી  પણ ઓનલાઇન  આપવા રાજય સરકારે વિચારણા કરી  છે. આમ મહેસૂલી સેવાઓ  ઓનલાઇન થવાથી  કાર્યપધ્ધતિ ઝડપી, સરળ અને પારદર્શક બની છે.

        રાજય સરકાર દ્વારા આ દિશામાં  વધુ એક સેવા  વારસાઇ”  ફેરફાર  નોંધની  અરજી પણ ઓનલાઇન કરવા નિર્ણય  કરવામાં આવ્યો છે.

        હાલમાં વારસાઇની  ફેરફારની નોંધની  અરજી અરજદાર દ્વારા નિયત કરેલ અરજી  ફોર્મમાં  જરૂરી પુરાવા જેવા કે  મૂત્યુનું  પ્રમાણપત્ર,  તલાટી દ્વારા મંજુર થયેલ  અસલ પેઢી  નામુ તથા  કબજેદારોના સંમતિ દર્શક સોગંદનામા  સાથે ઇધરા  કેન્દ્રમાં રજૂ  કરવાનું થાય છે. જે ઇ-ધરા નાયબ મામલતદાર દ્વારા ચકાસી તમામ પુરાવાઓ રજૂ કરેલ હોય કે  ના હોય તો  પણ કાચી નોંધ પાડવામાં આવે છે તથા અરજદારોને  જે રસીદ આપવામાં  આવે છે તેમાં ખૂટતા પુરાવાઓની  વિગતો  દર્શાાવવામાં  આવે છે અને જરૂરી  પુરાવાઓ રજૂ થયેલ હોય તો કાચી  ફેરફાર નોંધ જનરેટ થયા બાદ  અરજદાર અને સંબંધિતોને  કલમ-૧૩ ડીની નોટીસ  મોકલી આપવામાં આવે છે.

હવે, આ સેવાI-ORA પોર્ટલ પર  વારસાઇ નોંધની   ઓનલાઇન   અરજી  કરવામાં આવશે.  અરજી કરવા સૌ પ્રથમ  I-ORA પોર્ટલ https:// iora.gujarat. gov.in માં  on Line Aplication કરવાની  રહેશે.

        માત્ર I-ORA પોર્ટલ પરથી  પ્રિન્ટ  કરેલ અરજીપત્રક જ માન્ય ગણાશે આ સિવાય અન્ય કોઇ  રીતે  બનાવેલ  અરજી  પત્રકની નોંધ ના મંજૂર  થશે. તેની  ખાસ નોંધ  લેવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here