ગાંધીનગર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનનું આયોજન…

0
139

78મા સ્વાતંત્ર દિનની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજયમાં હર ઘર તિરંગા અભિયાનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે જિલ્લાના સૌ નાગરિકો દેશપ્રેમનો ભાવ ઉજાગર કરી શકે તે માટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા, તિરંગા રેલી, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી, તિરંગા સન્માન તેમજ તિરંગા મેલા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમો મારફતે જિલ્લાના દરેક ગામથી લઇને શહેર સુઘી કાર્યક્રમનું આયોજન કરીને આઝાદી મળી તે સમયે જેવો ઉત્સાહ હતો, તેવો માહોલ ઉભો કરવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનનું આયોજન જિલ્લા કલેકટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. હર ઘર તિરંગા અભિયાનમાં તમામ નાગરિકોને જોડવાનો ઉમદા ભાવ આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યો છે. જેથી જિલ્લાની વિવિધ સંસ્થાઓ, શાળા-કોલેજો, વેપારી એસોશિએશન સાથે સાથે ગામેગામ અને શહેરે શહેરના નાગરિકો સહભાગી બને તે માટેનું આયોજન તાલુકા કક્ષાએથી કરાશે.