ગાંધીનગર જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરી-૨૦૨૬ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે
માણસા ખાતે આવેલ આર્ટસ કોલેજ કેમ્પસમાં કરવામાં આવનાર છે.જે અંતર્ગત સમગ્ર કાર્યક્રમની પ્રારંભિક
રૂપરેખા અને તૈયારીઓના આયોજન માટે ગાંધીનગર કૅલેક્ટરશ્રી મહેલુ કે.દવે ની અધ્યક્ષતામાં આજ રોજ બેઠક
મળી હતી. આ બેઠક અંતર્ગત કલેક્ટરશ્રી ગાંધીનગર ધ્વારા કાર્યક્રમના આયોજન અને તૈયારીઓ અંગે અધિકારીઓ તથા કર્મચારીઓ પાસે અહેવાલ મેળવવા ઉપરાંત પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સુંદર અને યાદગાર
બનાવવા સુચનો પણ માંગ્યા હતા. તથા ઉમેર્યું હતું કે, આ પર્વની ઉજવણી એ આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે,
દેશભક્તિ અને દેશ માટે સમપત, વીર વિરાંગનાઓને યાદ કરતા આ લોકશાહીના મહાપર્વમાં સહ પરિવાર
જોડાવા અધિકારીઓ અને કર્મચારીઓ સહિત જિલ્લાની જાહેર જનતાને પણ અનુરોધ કર્યો હતો.






