ગાંધીનગર ઠંડુગાર : રાજ્યના સૌથી શીતશહેરોમાં બીજા ક્રમે

0
91

ગાંધીનગરમાં તાપમાનનો પારો છેલ્લા ત્રણ દિવસથી અચાનક ગગડી જતાં નગર ઠંડુગાર બની ગયું છે. સમગ્ર ગુજરાતમાં શીતશહેરોમાં નલિયા બાદ ગાંધીનગર બીજા ક્રમે રહ્યું છે. ગુજરાતભરમાં ડિસેમ્બરના પ્રારંભથી જ ઠંડીનો અનુભવાઈ રહ્યો છે. એક સપ્તાહથી બદલાતા હવામાનને પગલે તાપમાનનો પારો પણ નીચે જતાં ભારે ઠંડીથીલોકો ઠુંઠવાઈ રહ્યા છે. ગાંધીનગર પણ ઠંડીની અસરથી ખૂબ પ્રભાવિત થયું છે. મોડી સાંજથી સવાર સુધી વાતાવરણમાં ભારે ઠંડી રહેતાં રાતભર શહેર સૂમસામ બની જાયછે. તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી પણ નીચે એક અંક પર આવી જતાં શહેર આખુંઠંડુગાર રહે છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો, તાપણાનો સહારો લઈ રહ્યા છે. ખુલ્લામાં રહેતા શ્રમિક પરિવારની હાલત પણ દયનીય બની છે. હવામાન વિભાગદ્વારા હજી આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની આગાહી જોતાં રોજિંદા જનજીવન પર તેની ઘણી અસર જોવા મળશે.