ગાંધીનગર: દારૂ ભરેલી કાર અને સ્કૂલ વાન વચ્ચે ટક્કર, બે બાળકો ઘાયલ

0
223

આજે સવારે ગાંધીનગરમાં સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો. બાળકોને સ્કૂલ લઇ જઇ રહેલી વાનને અકસ્માત નડતાં બે બાળકોને ઇજા પહોંચી હતી. ગાંધીનગરના ચ રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં દારૂ ભરેલી કાર અને સ્કૂલ વાન વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી. નોંધનીય છે કે, થોડા સમય અગાઉ જ સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો અને વાનમાં સવાર બાળકોને ઇજા પહોંચી હતી.આજે વહેલી સવારે બાળકોને સ્કૂલ લઇ જઇ રહેલી વાન ગાંધીનગરના ચ રોડ પરથી પસાર થઇ રહી હતી, ત્યારે જ અચાનક એક સ્વિફટ કાર સાથે તેની ટક્કર થઇ હતી. ઘટનામાં બે બાળકોને ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસ રહેલા લોકો અને વાહનોચાલકો દોડી આવ્યા હતા. જ્યારે કારની તપાસ કરતાં તેની ડેકીમાં દારૂ ભરેલો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતને પગલે કારચાલક ફરાર થઇ ગયો હતો.સવારે સ્કૂલ વાન જઇ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલા સ્વિફ્ટ કારે વાનને ટક્કર મારી હતી. ઘટનાને પગલે લોકો ભેગા થઇ ગયા હતા. જ્યારે કારચાલક ફરાર થઇ ગયો હતો. કારની તપાસ કરતાં કારમાંથી દારૂ મળી આવ્યો હતો.ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. સ્કૂલ વાનને ટક્કર મારનાર કારમાંથી દારૂ મળી આવતાં પોલીસે કારચાલક અને દારૂ અંગે વધુ તપાસ હાથ ધરી છે. દારૂ ક્યાંથી લાવ્યો અને કોનો હતો? ઉપરાંત કારચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે.