ગાંધીનગર નોર્થ પ્રિમિયર લીગ (GNPL) નો મુખ્યમંત્રીના હસ્તે દબદબાભેર પ્રારંભ..

0
45

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલના નેતૃત્વમાં ગાંધીનગર નોર્થ પ્રીમિયર લીગ (GNPL) રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતોત્સવનો શુભારંભ 5 એપ્રિલે સાંજે 7:30 કલાકે રામકથા મેદાન, સેક્ટર-11 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે.

રમતોત્સવ 29 એપ્રિલ સુધી ચાલશે. આ વર્ષે ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન અને રસ્સા ખેંચ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ઉત્તર વિધાનસભા અને મહાનગર વિસ્તારની 200થી વધુ ટીમો અને 2600થી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. મહિલા ટીમો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.

રમતોત્સવમાં યુવાનોની સાથે તબીબો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વેપારીઓ, પત્રકારો, કર્મચારીઓ અને ગૃહિણીઓ પણ ભાગ લઈ રહ્યા છે. આયોજકોએ રમતવીરો, ધાર્મિક સંતો અને સામાજિક અગ્રણીઓને આમંત્રિત કર્યા છે. તેઓ ટોસ કરાવશે અને સન્માનિત થશે. નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટને રસપ્રદ બનાવવા LED સ્ક્રીન, લાઈવ પ્રસારણ, રિપ્લે અને લાઈવ કોમેન્ટ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે. શુભારંભ સમારોહમાં ભવ્ય આતશબાજી અને નૃત્ય કલાકારોની પ્રસ્તુતિ પણ યોજાશે.