ગાંધીનગર પ્રખંડના (જીલ્લા) સામાજીક સમરસતા ગાંધીનગર પ્રખંડના સહ પ્રમુખશ્રી તરીકે શ્રી હિમાંશુ ભચેચ ની વરણી…

0
230

નગરનાં પ્રસિદ્ધ લેખક, દિગ્દર્શક અને કલાકાર, અમે ગુજરાતી કલાકાર મહાસંધ નાં પ્રમુખશ્રી અને પ્રદેશ ભાજપનાં સીની. નેતા સામાજિક આગેવાન શ્રી હિમાંશુ ભચેચ ની ગાંધીનગર પ્રખંડના (જીલ્લા) વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા ના સહ પ્રમુખશ્રી તરીકે વરણી કરવામાં આવી
વિ.હિ.પ. સામાજિક સમરસતા પ્રાંત પ્રમુખશ્રી પ્રવિણભાઇ ભટ્ટ ની અખબાર યાદી માં જણાવ્યા અનુસાર રામાયણ રચયિતા મહાન ઋષિ વાલ્મીકિ જન્મજયંતિ નાં પાવન દિને નગરનાં પ્રસિદ્ધ મંદિર ભારતમાતા મંદિર ખાતે વાલ્મિકી જન્મજયંતિ ની ઉજવણી તેમજ આગામી કાર્યક્રમો અંગે નગર કાર્યવાહ ની બેઠક વિ.હિ.પ. નાં નવનિયુક્ત અધ્યક્ષ શ્રી સુનીલભાઈ ત્રિવેદી અને સામાજિક સમરસતા નાં પ્રાંત પ્રમુખશ્રી પ્રવિણભાઇ ભટ્ટ નાં અધ્યક્ષ સ્થાને મળી. અત્રે ઉલ્લેખનીય છે કે નગરનાં નવનિયુક્ત અધ્યક્ષ આ સૌપ્રથમ નગર બેઠક હતી હતીઃ જેમા માતૃશક્તિ ની બહેનો તેમજ ગાંધીનગર પ્રખંડના (જીલ્લા) સામાજીક સમરસતા ગાંધીનગર પ્રખંડના સહ પ્રમુખશ્રી તરીકે શ્રી હિમાંશુ ભચેચ ની વરણી કરવામાં આવી છે જેને ઉપસ્થિત સહુએ હર્ષ ભેર આવકાર આપ્યો હતો આપ્યો ઉક્ત પ્રસંગે ખાસ ઉપસ્થિત વાલ્મીકિ સમાજ નાં ભાઈયો નું બહુમાન કરવામાં આવ્યું હતું અને સામાજિક સમરસતા દ્વંષ્ટાત મહાન ઋષિ વાલ્મીકિજી ની તેમના હસ્તે મહાદેવ આરતિ ઉતારવામાં આવી હતી જ્યારે સાંજે સે. ૬ ખાતે વસાહત ખાતે વાલ્મીકિ તેમજ આદિવાસી અને અનુ. જાતિની લક્ષ્મી સ્વરૂપા બહેનોનુ કુમ કુમ તિલક થી બહુમાન કરાયુ હતું આ પ્રસંગે અંનુ. જાતિના ઘણા આગેવાનો સવર્ણ આગેવાનો ઉપરાંત નગરનાં સાહિત્યકાર ભાનુભાઇ દવે, વિહિપ નાં નૈલેશભાઈ , સહમંત્રી શ્રી ગણપતસિંહજી ધર્મ રક્ષા મંચના નાં પ્રમુખશ્રી સેવંતીલાલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી હિમાંશુ ભચેચ ની વરણી ને રાષ્ટ્રીય વિમુક્ત ધુમન્તુ જનજાતિ મહાસભા, ગુજ. ગુરૂ બ્રાહ્મણ સમાજ, વણકર સમાજ તેમજ દેવી પૂજક સમાજ તેમજ નગરનાં અનેક આગેવાનો દ્વારા ભારે આવકાર પ્રાપ્ત થઈ રહ્યો છે