ગાંધીનગર મનપાને સુપર સ્વચ્છ લીગ સિટી એવોર્ડ…

0
523

કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે યોજાતા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વર્ષ ૨૦૨૪માં ગાંધીનગર મહાનગરપાલિકાને સમગ્ર દેશમાં ત્રણથી દસ લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરોમાં સુપર સ્વચ્છ લીગનો એવોર્ડ પ્રાપ્ત થયો છે જ્યારે શૌચાલયની સુલભતા અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ અંતર્ગત ઓડીએફ શ્રેણી હેઠળ વોટર પ્લસ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬થી શહેરો વચ્ચે સ્વચ્છતાની હરીફાઈ અંતર્ગત શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ શરૃ કરવામાં આવ્યું હતું જેમાં શહેરોની સ્વચ્છતા, ઘન કચરા વ્યવસ્થાપન અને નાગરિકોના જોડાણ જેવા વિવિધ માપદંડો પર મૂલ્યાંકન અને રેન્કિંગના આધારે શહેરોને અલગ અલગ કેટેગરીના સ્વચ્છતાના એવોર્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ સર્વેક્ષણના કુલ ૯ રાઉન્ડ યોજાઈ ચૂક્યા છે. જેમાં ગાંધીનગરની સ્થિતિ ઉપર નજર કરીએ તો સ્વચ્છતા સર્વેક્ષણ મામલે ગાંધીનગરમાં વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં સૌથી સારૃ કામ થયું હતું. વર્ષ ૨૦૨૦માં ગાંધીનગરનો ૮મો નંબર આવ્યો હતો અને બેસ્ટ સિટી ઇન ઇનોવેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટીસીસનો એવોર્ડ મળ્યો હતો. ૨૦૨૧માં ૬ઠ્ઠા ક્રમે આવ્યું હતું અને ક્લીનેસ્ટ સ્ટેટ કેપિટલનો એવોર્ડ મળ્યો હતો. તે પછી ૨૦૨૨માં ગાંધીનગર ૩૩મા ક્રમે ધકેલાઇ ગયું હતું.