ગાંધીનગર મહાનગર પાલિકા કોંગ્રેસમુક્ત થઈ વિપક્ષ વિહોણી બનશે..!!

0
185

ભાજપ શાસિત ગાંધીનગર મહાનગર પાલિકા હવે તેના અર્ઘસત્રમાં જ કોંગ્રેસમુક્ત થઈ વિપક્ષ વિહોણી બનવા જઈ રહી છે. મનપામાં 44 નગરસેવકો પૈકી ભાજપના બહુમત 41 અને કોંગ્રેસના બે તથા આમઆદમી પાર્ટીના માત્ર એક નગરસેવક હોઈ ભાજપાનું મજબૂત વર્ચસ્વ છે. પરંતુ કોંગ્રેસના બે નગરસેવકો પણ ભાજપમાં જોડાવાના સંકેત મળતા મનપા હોળીના તહેવાર બાદ કોંગ્રેસમુક્ત અને વિપક્ષ વિનાની બની જશે. ગુરુવારે ગાંધીનગર લોકસભા બેઠકના પ્રચાર માટે ભાજપના પ્રભારી મયંક નાયકે વિવિધ સમાજના આગેવાનો સાથે યોજેલી બેઠકમાં કોંગ્રેસના આ બને નગરસેવકો તથા અંકિત બારોટના પિતા અને ચુસ્ત કોંગી અગ્રણી અશ્વિનભાઈ બારોટે પણ સમર્થકો સાથે હાજર હોઈ તેમના ભાજપ પ્રવેશની ચર્ચાએ જોર પકડ્યું છે .