ગાંધીનગર શહેરમાં ફટાકડાના વેપારનો હંગામી પરવાનો મેળવવા અંગે….

0
1278

ગાંધીનગર શહેર વિસ્તારમાં ફટાકડાનો હંગામી પરવાનો મેળવવા માટેના અરજી ફોર્મ નંબર- ૪ તા. ૦૯ થી ૧૬ ઓકટોબર, ૨૦૧૯ દરમ્યાન સવારના ૧૧.૦૦  થી ૫.૦૦ કલાક દરમ્યાન  જન સેવા કેન્દ્ર, કલેકટર કચેરી, ગાંધીનગર ખાતેથી મળશે. ભરેલા ફોર્મ તા. ૧૮મી ઓકટોબર,૨૦૧૯ના ૫.૦૦ કલાક સુધી જનસેવા કેન્દ્ર, ગાંધીનગર ખાતે સ્વીકારવામાં આવશે, તેવું મામલતદારશ્રી, ગાંધીનગરે જણાવ્યું છે.

મામલતદારશ્રી, ગાંધીનગરે વધુમાં જણાવ્યું છે કે, હંગામી પરવાનાની અરજી ઉપર રૂ. ૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાની રહેશે. લાયસન્સ ફી રૂ. ૨૦૦/- + ૫૦૦/- = ૭૦૦/- સદર હેડ ’૦૦૭૦’, ઓ.એ.એસ.સી સદરે જનસેવા કેન્દ્રમાંથી મંજૂર કરાવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા બેંક ઓફ બરોડામાં ચલણથી જમા કરાવવાની રેહશે. જેની એક નકલ અરજી ફોર્મ સાથે બિડાણ કરવાની રેહશે. ખુલ્લા પ્લોટ માટે ભાડાની રકમ ગાંધીનગર શહેર માટે કાર્યપાલક ઇજનેર શ્રી પાટનગર યોજના વિભાગ-૧, ગાંધીનગર અથવા અધિક્ષક ઇજનેરશ્રી, પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગર અથવા મ્યુનિસિપલ કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરી પૈકી જે કચેરીમાં ભાડુ વસુલ લેવામાં આવતું હોય તે કચેરીમાં જમા કરાવવાનું રહેશે. ગાંધીનગર શહેરમાં સરકારી ખુલ્લા પ્લોટ સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ અથવા અધિકક્ષ ઇજનેરશ્રી, ગાંધીનગર તફરથી નિયત કરવામાં આવે તે સેકટર માટે જ હંગામી લાયસંસ આપવાના છે. જેથી આ અંગેની વિગતો જાણી જે તે સેકટર પુરતી જ પ્લોટ મેળવવા માટે પસંદગી પ્રમાણે અરજી કરવાની રહેશે. પ્લોટની ફાળવણી ડ્રો ગાંધીનગર શહેર માટે કાર્યપાલક ઇજનેરશ્રી, પાટનગર યોજના વિભાગ-૧, ગાંધીનગર અથવા અધિક્ષક ઇજનેરશ્રી, પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગર અથવા મ્યુનિસિપલ કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી અથવા ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કરવામાં આવશે. જે પ્લોટ ફળવાશે તેમાં જ ધંધો કરવાનો રેહશે. જેથી પ્લોટનું ભરેલું ભાડું રીફંડ મળશે નહી. પ્લોટ ઉપર સ્ટોલની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા લાયસંસદારે જાતે કરવાની રહેશે. લાયસંસની શરતો પ્રમાણે આગ/અકસ્માત માટેની સાવચેતીના પગલાં લાયસંસદારે લેવાના રેહશે. છતાં કોઇ દુર્ધટના બનશે તો તેની જવાબદારી લાયસંસ ધારકની જ રહેશે. જરૂર જણાયે લાયસંસ માટે અરજી કરનારે વિમો લેવાનો રેહશે. લાયસંસ મેળવનાર વ્યક્તિએ ધંધો જાતે જ કરવાનો રહેશે. અન્ય વ્યક્તિને ધંધો કરાવા અધિકૃત કરી શકશે નહી કે અન્યને વાપરવા આપી શકશે નહી. અરજદારો કોઇ ગુન્હામાં સંડોવાયેલ નથી તેવું પ્રમાણપત્ર તેના રહેણાંકના નજીકના પોલીસ સ્ટેશનમાંથી મેળવી અરજીપત્રક સાથે રજૂ કરવાનું રહેશે. સંબંધિત ફાગર ઓફિસરશ્રીનો અભિપ્રાય પણ અરજી પત્રક સાથે રજૂ કરવાનો રહેશે.

અરજી ફોર્મ સંપૂર્ણ વિગતો ભરીને આધાર, પુરાવા સહ ઉપરોક્ત સમયમાં રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ મળેલ અરજી ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહિ તેમજ કોઇપણ સંજોગોમાં અધુરી વિગતોવાળી અરજી વિચારણામાં લેવામાં આવશે નહિ, તેવું પણ મામલતદારશ્રીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here