ગાંધીનગર શહેર-જિલ્લામાં મેઘમહેર ઠેર ઠેર પાણીના ભરાવાથી લોકો પરેશાન

0
217

ગાંધીનગર શહેર અને જિલ્લામાં સતત બે દિવસથી
સાવર્ત્રિક વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક સાથે લોકોએ હવે સખત ઉકળાટથી છુટકારો
મેળવ્યો છે. જો કે મુખ્ય માર્ગો, આંતરિક
માર્ગો, સર્કલો તથા રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોમાં પણ ઠેર ઠેર
પાણીનો ભરાવો થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓએ પરેશાન થવાનો વારો
આવ્યો હતો. આ વર્ષે વરસાદે લોકોની લાગણી,
અસંતોષ, પરેશાની પારખી લઈને લેટ લતીફની જેમ મોડે મોડે ય મહેર કરતાં
વાતાવરણમાં પલટો આવી ગયો છે.બે દિવસથી ગાંધીનગર શહેર ઉપરાંત
જિલ્લાના તમામ તાલુકાઓ દહેગામ, કલોલ અને માણસામાં પણ સાર્વત્રિક
વરસાદ નોંધાતા ખેડૂતવર્ગે પણ હાશકારો અનુભવ્યો છે. હજી હવામાન વિભાગ
તરફથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.