ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત….

0
295

ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે માણસા તાલુકાના હરણા હોડા ગામમાં આવેલા પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આજે સવારના પિતા રૂમમાં જતાં દૃશ્યો જોઈને ફસડાઈ પડ્યાં હતાં. હાલમાં કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. કોન્સ્ટેબલે આપઘાત કરી લેતાં બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડા (ઉં.વ.39) માણસા તાલુકાના હરણા હાડા ગામમાં પિતા સાથે રહેતા હતા. નરેન્દ્રસિંહના પરિવારમાં તેમની પત્ની, બે દીકરી અને દોઢ વર્ષનો એક દીકરો છે. 9 નવેમ્બરના રવિવારે સવારે નરેન્દ્રસિંહ તેમની પત્ની અને બાળકોને તેમના સાસરી કોલવડા ખાતે મૂકીને ગાંધીનગર પોતાની ફરજ પર ગયા હતા. તેઓ ડીઆઈજી કચેરી ખાતે રીડર શાખામાં ફરજ બજાવતા હતા અને તેમની નોકરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં હતી.