ગુજરાતમાં કોરોના દર્દીનો આંકડો 9,592 અને 586ના મૃત્યુ

0
681

ગુજરાતમાં કોરોના દર્દીનો આંકડો 10 હજાર નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 324 નવા કેસ નોંધાયા છે અને 20 દર્દીના મોત થયા છે જ્યારે 191 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ કુલ કેસ 9,592 અને મૃત્યુઆંક 586 થઈ ગયો છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, પોલીસ દ્વારા લોકડાઉનનો ચૂસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે. જ્યાં કાયદાનો ભંગ થતો જોવા મળે છે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અન્ય નાગરીકોના સ્વાસ્થ્ય પર જોખમ ઉભુ થાય તેવી અમુક પ્રવૃત્તિ હજુ પણ થઇ રહી છે. વ્યાજબી કારણ વગર લોકોનું ભેગા થવું અથવા પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ અને બિનજરૂરી બહાર ફરવા જેવા ગુનાઓ નોંધવામાં આવી રહ્યાં છે. ધાર્મિક સ્થળોએ ભેગા ન થવાનું અગાઉ જણાવાયું હોવા છતાં પણ લોકો ભેગા થતા હોવાના બનાવો બની રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here