ગુજરાતમાં 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી : ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી

0
262

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં જ છેલ્લા કેટલાક દિવસોથી મેઘાની રમઝટ ચાલી રહી છે. ગુજરાતમાં મોટભાગના વિસ્તારોમાં મેઘ રાજાની મેહર થઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે શનિવારના દિવસે ગુજરાતના 6 જિલ્લાઓ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ
હવામાન વિભાગે આજે શનિવારના દિવસ માટે ભારે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અરવલ્લી, દાહોદ, મહિસાગર, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લાઓમાં પડશે ભાર વરસાદ
હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, જામનગર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.