ગુજરાતી ફિલ્મ ‘3 એક્કા’નું ટ્રેલર લૉન્ચ કર્યું બિગ બીએ

0
319

ગુજરાતી ફિલ્મ ‘3 એક્કાનું ટ્રેલર અમિતાભ બચ્ચને લૉન્ચ કર્યું છે. આ ફિલ્મમાં યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી લીડ રોલમાં છે. આ ફિલ્મને આનંદ પંડિત અને વૈશલ શાહે પ્રોડ્યુસ કરી છે. રાજેશ શર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં હિતુ કનોડિયા, કિંજલ રાજપ્રિયા, ઈશા કંસારા અને ચેતન દૈયા પણ જોવા મળશે. ફિલ્મ ૧૮ ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી, ‘આ ત્રણેયની અદ્ભુત જોડી રમૂજી અને ખડખડાટ હસાવનાર ફિલ્મમાં પાછી જોવા મળશે. તમારા દિમાગને હચમચાવનારી ફિલ્મ માટે થઈ જાઓ તૈયાર. મારા ડિયર ફ્રેન્ડ આનંદ પંડિતને ભરપૂર સફળતા મળે એવી ઇચ્છા.’