ગુજરાત ટાઈટન્સે 36 રને મુંબઈને હરાવ્યું

0
57

આઇપીએલ 2025માં આજે (29 માર્ચ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ગિલની કપ્તાની વાળી ગુજરાતની ટીમે હાર્દિક પંડ્યાની કપ્તાની વાળી મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હરાવી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. જેમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર માત્ર 163 રન જ બનાવી શકી.