ગુજરાત ભાજપની સદસ્યતા અભિયાનની કાર્યશાળા યોજાઇ..

0
95

પ્રદેશ ભાજપની બુધવારે ગાંધીનગર ખાતે સદસ્યતા અભિયાન કાર્યશાળા યોજાઇ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ડો. રાધામોહન અગ્રવાલ વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ભાજપની આ કાર્યશાળામાં PPT પ્રેઝન્ટેશન દ્વારા સદસ્યતા અભિયાન અંગે ભાજપના કાર્યકરો માહિતગાર કર્યા હતા. રાધામોહનદાસજીએ સદસ્યતા અભિયાન વિશે જણાવ્યું કે, ભાજપ 18 કરોડ સદસ્યાઓની સદસ્યતા શુન્ય કરી ફરી સદસ્યતા અભિયાન કરી રહ્યુ છે. ભાજપા ત્રણ રીતે સદસ્યતા આપવાનુ કાર્ય કરશે. એક મીસકોલ, બીજી સાર્વજનીક સ્થળે ક્યુઆરકોડના માધ્યમથી તેમજ ભાજપની વેબસાઇટના માધ્યમથી ફોર્મ મેળવી સદસ્યતા અંગેની જરૂરી વિગતો ભરી સદસ્યતા મેળવી શકશે.ભાજપા દર છ વર્ષે નવા સંગઠનની રચના કરતુ આવે છે. અગાઉ જે પણ કાર્યકર્તાએ સદસ્યતા લીધી હશે તેમની સદસ્યતા 1 સપ્ટેમ્બર 2024 ના રોજ પુર્ણ થશે.ગુજરાત ભાજપના પ્રધાનો અને કાર્યકરોને સભ્યોની સંખ્યા વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.જેમાં ખાસ કરીને બુથ સ્તરે વધુમાં વધુ સભ્યો જોડાવવા પર ભાર મૂકાયો હતો. તેમજ ભાજપના કેન્દ્રિય નેતૃત્વ તરફથી ગુજરાતના દરેક બુથ પર 200 સભ્યો બનાવવા લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.જ્યારે ગુજરાત ભાજપે આ લક્ષ્યાંકને વધારી 300 સભ્યો બનાવવાનું સૂચન કર્યું છે. પ્રથમ ચરણની સફળતા પછી, સદસ્યતા અભિયાનનો બીજો ચરણ 1 ઓક્ટોબરથી શરૂ કરાશે.