ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 25 રાઉન્ડ ફાયરિંગ….

0
272

બિગ બોસ વિજેતા, પ્રખ્યાત યુટ્યુબર અને અભિનેતા એલ્વિશ યાદવના ગુરુગ્રામના સેક્ટર 57 સ્થિત ઘર પર સવારે 5:30 થી 6 વાગ્યાની વચ્ચે ગોળીબાર કરવામાં આવ્યો. ત્રણ અજાણ્યા બદમાશો ઘર નજીક બાઇક પર આવ્યા હતા અને બે ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. આ અચાનક બનેલી ઘટનાથી આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, એલ્વિશ યાદવ તે સમયે ઘરે હજાર ન હતા.એલ્વિશ યાદવ તેની યુટ્યુબ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ માટે ખૂબ ફેમસ છે. ફાયરિંગ બાદ તરત જ ગુરુગ્રામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને તપાસ શરૂ કરી. પોલીસે ઘટના સમયે ઘરમાં હાજર લોકોની સલામતી અંગે પણ પૂછપરછ કરી. કહેવામાં આવી રહ્યું છે કે તેના ઘરે 20 થી 25 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.