આજે વિધાનસભા સત્રના અંતિમ દિવસે ગોધરા કાંડનો નાણાવટી પંચનો અહેવાલ મેજ પર રજૂ કરાયો છે. ગોધરા નજીક સાબરમતી ટ્રેનના એસ-6 કોચને આગ લગાડવાના બનાવનો રિપોર્ટ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ગૃહમાં રજૂ કરાયો છે, રાજય સરકારે આ ઘટનાની તપાસ માટે જસસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસ કમિટી રચી હતી. તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 તથા અહેવાલ પર લીધેલા પગલાં વિશે રાજ્ય સરકાર ગૃહને માહિતગાર કરી રહ્યા છે. ગોધરા કાંડનો નાણાવટી પંચના રજૂ થયેલા આજના રિપોર્ટમાં મોદી સરકારને ક્લિનચીટ અપાઈ છે. મોદી સહિત તેમના પ્રધાનોનો આ કાંડમાં કોઈ રોલ ન હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડ અને ત્યારબાદના રમખાણોને લઇને ગુજરાત સરકારે રચેલા તપાસ પંચનો અહેવાલ ગૃહમાં રજુ થયો છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહે ઘટનાના 17 વર્ષ બાદ ગૃહમાં અઢી હજાર પાનાનો જાહેર કરાયો છે.
તત્કાલિન સીએમ અને અન્ય પ્રધાનોને પંચના રિપોર્ટમાં ક્લિન ચીટ અપાઈ છે. સ્વ હરેન પંડ્યા અને સ્વ અશોક ભટ્ટ, ભરત બારોટને પણ ક્લિનચીટ અપાઈ છે. નાણાવટી પંચના આ રિપોર્ટ પ્રમાણે ગોધરાકાંડ એ પૂર્વ યોજિત કાવતરૂ ન હોતું. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ ઘટનામાં સરકારનો કોઈ રોલ ન હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આજે વિધાનસભામાં રજૂ થયેલા નાણાવટી પંચના અહેવાલ અંગેની વિગતો આપતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે, મોદી ટ્રેનમાં પુરાવાના નાશ કરવા ગયા હતા તે આરોપ ખોટા પૂરવાર થયા છે. આ તોફાનોમાં ત્રણ અધિકારીઓ આર.બી.શ્રી કુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની નકારાત્મક ભૂમિકા હોવાનું પૂરવાર થયું છે.