છ વર્ષ બાદ અમેરિકા ફરી વાઇબ્રન્ટ સમિટમાં પાર્ટનર તરીકે જોડાશે

0
199

છ વર્ષના લાંબા ગાળા બાદ અમેરિકી સરકાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેશે. સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે શુભેચ્છા મુલાકાતે આવેલા અમેરિકાના ભારત ખાતેના રાજદૂત એરિક ગાર્સેટીએ આ અંગે કન્ફર્મેશન આપ્યું હતું. આવતી 11 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અમેરિકા પાર્ટનર કંટ્રી તરીકે પણ જોડાઇ શકે છે.2019માં યોજાયેલી સમિટ વખતે અમેરિકાની ટ્રમ્પ સરકારે ભારત સરકારના કોઈપણ કાર્યક્રમમાં નહીં જોડાવાનું નક્કી કર્યું હતું. તે અગાઉ ગુજરાત સરકારના અધિકારીઓ અમેરિકા જઈ ત્યાંની સરકારને વાયબ્રન્ટમાં જોડાવા માટે આમંત્રણ આપ્યા બાદ અમેરિકાના કેટલાક ઉદ્યોગપતિઓ આવ્યા હતા.ભારતમાં રાજદૂત તરીકે નિમાયા બાદ પ્રથમવાર તેઓ ગુજરાત આવ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ અમેરિકાના લોસ એન્જેલસમાં શહેરી વિકાસ અને અન્ય બાબતોની વિગતો મેળવવા માટે ઔપચારિક આમંત્રણ આપ્યું હતું. આ સાથે અમેરિકા ભારત સાથે યુ-20 અને ઓલિમ્પિક રમતોના આયોજનમાં પણ જોડાશે તેવી ખાતરી ગાર્સેટીએ આપી હતી.