જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેના સન્માનમા ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક રખાયો

0
349

જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. શિંજો આબેના નિધનથી માત્ર જાપાનમાં જ નહીં પરંતુ ભારતમાં પણ શોકની લહેર ફરી વળી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે મારા સૌથી વ્હાલા મિત્રોમાંથી એક શિંજો આબેના દુખદ નિધન પર સ્તબ્ધ અને દુ:ખી છું. તેઓ એક મહાન વૈશ્વિક રાજનેતા, એક ઉત્કૃષ્ટ નેતા અને એક ઉલ્લેખનીય પ્રશાસક હતા. તેમણે જાપાન અને દુનિયાને એક સારી જગ્યા બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું તેમને છેલ્લે મળ્યો ત્યારે ખબર નહતી કે આ મારી તેમની સાથે છેલ્લી મુલાકાત હશે. જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેના નિધન પર પીએમ મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે આબેના નિધન પર તેમના સન્માનમાં 9 જુલાઈના રોજ ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક રાખવામાં આવેલો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here