વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા શનિવારે, 19 માર્ચે 14મી વાર્ષિક ઈન્ડો-જાપાન સમિટ યોજાઈ હતી, જ્યાં બંને રાષ્ટ્રો વચ્ચે પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો થઈ હતી. પીએમ મોદીએ વાતચીત બાદ કહ્યું- “જાપાન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 5 ટ્રિલિયન યેન એટ્લે કે રૂ. 3.2 લાખ કરોડનું રોકાણ કરશે,” બંને નેતાઓએ ભારત-જાપાન ઇકોનોમિક ફોરમને પણ સંબોધિત કર્યું, જ્યાં તેઓએ “ભારતના વસ્તી વિષયક ડિવિડન્ડ અને જાપાનની મૂડી અને ટેકનોલોજીને સુમેળ સાધવા” પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.