જિલ્લામાં નોંધાયેલા કોરોનાના 23 કેસમાંથી ગાંધીનગર તાલુકામાંથી સૌથી વધુ 14 કેસ અને ઓછા માણસા અને કલોલ તાલુકામાંથી બે બે કેસ નોંધાયા છે. જોકે કોરોનાથી સાજા થઇ ગયેલા 6 વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા આપી છે.
અમદાવાદ અને ગાંધીનગરને લીંક સીટી પ્રોજેક્ટમાં સમાવેશ કર્યો છે. ત્યારે કોરોનાની મહામારીમાં પણ અમદાવાદના સંક્રમણથી લીંકસીટી બની રહ્યું છે. તેમ જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 23 કોરોનાના કેસમાંથી માત્ર એક પેથાપુરના મેડિકલ ઓફિસર, પત્રકાર અને મહિલા તથા અડાલજનો યુવાન સિવાયના તમામ દર્દીઓ અમદાવાદથી સંક્રમિત થયાના આરોગ્ય તંત્રની તપાસ પરથી લાગી રહ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ જિલ્લાના ચારેય તાલુકાઓમાંથી ગાંધીનગર તાલુકામાંથી નોંધાયેલા 14 કેસમાંથી હાલમાં નવ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ અને એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. જ્યારે ચાર દર્દીઓએ કોરોનાને હરાવીને સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી છે.
દહેગામ તાલુકામાં નોંધાયેલા કોરોનાના પાંચ કેસમાંથી તમામ દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. ઉપરાંત માણસા તાલુકામાંથી નોંધાયેલા કોરોનાના બે કેસમાંથી એક હોસ્પિટલમાં દાખલ અને એક દર્દીએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી રજા આપી છે. તેજ રીતે કલોલ તાલુકાના કુલ બે કેસમાંથી એક દર્દી હોસ્પિટલમાં દાખલ અને એક દર્દીએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી રજા આપી છે.