Home Gandhinagar જિલ્લામાં મોસમનો વરસાદ 65 ટકા પર પહોંચવા આવ્યો

જિલ્લામાં મોસમનો વરસાદ 65 ટકા પર પહોંચવા આવ્યો

0
903

જિલ્લામાં સરેરાશ અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયા પછી 27મીએ દિવસ દરમિયાન પણ જિલ્લામાં સરેરાશ સવા ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. તેમાં માણસામાં 2, ગાંધીનગરમાં 1.5 અને દહેગામમાં 1.2 ઇંચ વરસાદ થયો હતો. કલોલ પંથકમાં ઝાપટાવાળીમાં પણ અડધા ઇંચ જેટલું પાણી વરસવાની સાથે જિલ્લામાં મોસમનો વરસાદ 65 ટકા પર પહોંચવા આવ્યો છે. જે ગત વર્ષે આ સમયે 36 ટકા પર રહ્યો હતો.

ગાંધીનગર વિસ્તારમાં 28મી ઓગસ્ટે સારા વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા કરવામાં આવ્યાના 36 કલાક પહેલાં જ કાશમાં વાદળો ઘેરાયા હતાં અને વરસવા પણ લાગ્યા હતા. સોમવારથી જ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલની જમાવટ થઇ તેમાં પાટનગરના શહેરી વિસ્તારમાં પણ દોઢ ઇંચ વરસાદ નોધાયો હતો. જિલ્લામાં સૌથી વધુ મોસમનો વરસાદ કલોલ તાલુકાનો 26 ઇંચ થઇ ચૂક્યો છે. દહેગામમાં 20 અને માણસા 19 ઇંચ જ્યારે ગાંધીનગર તાલુકામાં 14 ઇંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

NO COMMENTS