ગાંધીનગર આરોગ્ય તંત્રએ કોરોના વાઇરસને લઈ તકેદારી માટેના સઘન પગલાં લેવાનું શરૂ કર્યું છે. કોરોના વાઇરસ અંગે
લોકોમાં ગેરસમજ ઊભી થાય નહિ અને જાગૃતિ કેળવાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી
આર.આર. રાવલની અધ્યક્ષતામાં મળેલી ખાનગી તબીબોની બેઠકમાં નોવેલ કોરોના વાઇરસની બીમારી અંગે
જાણકારી આપી કેન્દ્ર સરકારની લાઈનમાં દર્શાવેલ ૧૨ દેશોમાંથી આવેલા કફ, ખાંસી અને તાવની
બીમારીવાળા સંકાસ્પદ દર્દીઓને સિવિલ હોસ્પિટલના આઈશોલેશન વોર્ડમાં જ દાખલ કરવાના હોઈ ખાનગી
હોસ્પિટલમાં દાખલ નહિ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ૩૦ બેડ અને
વેન્ટીલેટર સહિત તેમજ માણસાની સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં પણ આઈશોલેશન વોર્ડ મળી જિલ્લાની બે
હોસ્પિટલમાં દર્દીઓને સઘન સારવાર માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે.