જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ કલોલ તાલુકાના જનસેવા કેન્દ્રની ઓંચિતી મુલાકાત લીઘી

0
157

ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ કલોલ તાલુકાના જનસેવા કેન્દ્રની ઓંચિતી મુલાકાત લીઘી હતી. આ મુલાકાત દરમ્યાન જનસેવા કેન્દ્ર ખાતેની વિવિધ સુવિઘા અંગે માહિતી મેળવી નાગરિકો પાસેથી જનસેવા અંગેના અભિપ્રાય મેળવ્યા હતા.
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ આજે સવારના ૧૧.૦૦ કલાકે અચાનક કલોલ મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્રની ઓંચિતી મુલાકાતે પહોંચી ગયા હતા. કલેકટર શ્રી મેહુલ દવે સીઘા જ જનસેવા કેન્દ્રમાં ગયા હતા. ત્યાં આગળ જનસેવા કેન્દ્રમાં પોતાના વિવિધ સરકારી દસ્તાવેજો અને અન્ય કામો માટે આવેલા નાગરિકો સાથે જનસેવાની સુવિધાઓ અંગેની માહિતી તેમના મુખે સાંભળી હતી. તેમજ જનસેવા કેન્દ્ર ખાતે તમામ પ્રમાણપત્રોસમયસર મળી રહે તે છે કે નહિ, તેની ખાત્રી પણ તેમણે નાગરિકોના મુખે સાંભળી હતી. તે ઉપરાંત તેમણે સમગ્ર જનસેવા કેન્દ્રના એક એક ટેબલની મુલાકાત લઇ ત્યાં કઇ કઇ સરકારી સેવા- યોજનાનો લાભ આપવામાં આવે છે, તેની માહિતી જનસેવાના કર્મયોગીઓ પાસેથી મેળવી હતી. તેમજ જનસેવાના કાર્યને વધુ સર્દઢ અને ઝડપી બનાવવા માટે ભવિષ્યામાં શું આયોજન કરવું જોઇએ તેની વિસ્તૃત માહિતી અહીં કામ કરતાં કર્મયોગીઓ મેળવી તેમણે જનસેવામાં કામ અર્થે આવેલા નાગરિકો પાસેની સલાહ- સૂચનો મેળવ્યા હતા. તેમણે જનસેવાના ભાવને કેન્દ્રમાં રાખી સર્વે કર્મયોગીઓને કામ કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ નાગરિકોને જનસેવાના કાર્યમાં કોઇ તકલીફ કે મુશ્કેલી ઉભી થાય તો સ્થાનિક અધિકારી એવા પ્રાંત અધિકારી કે મામલદારશ્રીનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.