જિલ્લા પંચાયતના નવનિર્મિત ભવનનું આજે ભૂમિપૂજન

0
275

ગાંધીનગર જિલ્લા પંચાયતના નવનિર્મિત પંચાયત ભવનનું ભૂમિપૂજન
તથા દહેગામ તાલુકા પંચાયતના નવનિર્મિત પંચાયત ભવનનું ઈ-
ભૂમિપૂજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા.૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૩,
રવિવારે સવારે ૧૦ કલાકે ઓપન એર થિયેટરની પાછળ, ઘ-૫, સે.૧૬ ખાતે
યોજાશે. રાજ્યના કૃષિમંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ
દિલીપભાઈ પટેલ, ધારાસભ્યો શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશ ઠાકોર,
બલરાજસિંહ ચૌહાણ, જયંતિભાઈ પટેલ,લક્ષ્મણજી ઠાકોર આ પ્રસંગે ઉપસ્થિત
રહેનાર છે.