જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા સૈનિક સંમેલન માણસા ખાતે યોજાયું

0
1490

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, અમદાવાદ દ્વારા તા. ૨૨મી સપ્ટેમ્બરના રોજ માણસા ગાયત્રી શક્તિ પીઠ ખાતે સૈનિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈનિક સંમેલનના આરંભે શહીદ થયેલા વીર સૈનિકોને શ્રઘ્ઘા સુમન ઉપસ્થિત સર્વે લોકો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, અમદાવાદના અઘિકારી શ્રી પલકેશકુમાર ચૌઘરી દ્વારા વિવિઘ કલ્યાણ યોજનાઓની માહિતી ઉપસ્થિત સૈનિકો અને પૂર્વ સૈનિકોના પરિવારજનોને આપી હતી.આ પ્રસંગે યુઘ્ઘ અને ઓપરેશનમાં શહીદ પામેલા સૈનિકોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમારંભના ભોજન અને સાડી, સાલ અને ટોપીના દાતા અને ચૌઘરી સમાજના અગ્રણી શ્રી એન.ડી.ચૌઘરી અને ગાયત્રી શક્તિ પીઠ સંસ્થાના મંત્રી શ્રી વિષ્ણુભાઇ પટેલનું કચેરી દ્વારા સહયોગ આપવા બદલ સન્માન કરી તેમનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માણસા મામલતદાર શ્રી એસ.ડી.પટેલ, ઓ.આઇ.સી. ઇસીએચએસ પોલીકલીનીક, અમદાવાદના કર્નલ વાસુદેવ પાંડે અને કર્નલ શ્રી રવિ બીસ્ટ, જિલ્લા સૈનિક કલ્યાણ અઘિકારી શ્રી હિરેન લિમ્બાચીયા સહિત ગાંધીનગર જિલ્લાના વિવિઘ શહીદી પામનાર અને નિવૃત્ત સૈનિકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here