જૉન એબ્રાહમે ‘એક વિલન રિટર્ન્સ’ માટે ૨૧ કરોડ રૂપિયા લીધા હોવાની ચર્ચા ચાલી રહી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં આ તેની ત્રણ ગણી ફી છે. ‘સત્યમેવ જયતે’ અને ‘બાટલા હાઉસ’ની સફળતા બાદ તે સતત તેની ફીમાં વધારો કરી રહ્યો છે. તેણે આદિત્ય ચોપડાની ‘પઠાણ’ ૨૦ કરોડમાં સાઇન કરી હતી. એના થોડા દિવસ બાદ તેણે ‘એક વિલન રિટર્ન્સ’ ૨૧ કરોડમાં સાઇન કરી હોવાની ચર્ચા છે. ‘સત્યમેવ જયતે’ કરતાં ‘બાટલા હાઉસ’ માટે તેણે વધુ ફી લીધી હતી. એ ફિલ્મની સફળતા બાદ તેણે ‘સત્યમેવ જયતે 2’ માટે વધુ ફી ચાર્જ કરી હતી અને એના કરતાં વધુ તેણે ‘પઠાણ’ માટે ચાર્જ કર્યો હતો. તેણે સૌથી વધુ ચાર્જ ૨૧ કરોડ ‘એક વિલન રિટર્ન્સ’ માટે કર્યો છે. આ ફિલ્મને આ વર્ષે બકરી ઈદ એટલે કે જુલાઈમાં રિલીઝ કરવામાં આવશે.
Home News Entertainment/Sports જૉન એબ્રાહમે ‘એક વિલન રિટર્ન્સ’ માટે ૨૧ કરોડ રૂપિયા લીધા હોવાની ચર્ચા…..