ટર્કીએ પોતાના કાંદાની ભારતમાં થતી નિકાસ કોઈ અકળ કારણથી અટકાવતાં કાંદાના ભાવ અત્યારે છે એના કરતાં પણ વધવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું. અત્યારે કાંદા સરેરાશ સોથી દોઢસોના ભાવે જુદા-જુદા સ્થળે વેચાય છે. ભારત સરકારે આમ આદમીને એવું આશ્વાસન આપ્યું હતું કે અમે કાંદાની જથ્થાબંધ આયાત કરી રહ્યા છીએ એટલે ટૂંક સમયમાં કાંદાના ભાવ ઘટી જશે. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ ટર્કીએ ભારત તરફ આવતા કાંદાની નિકાસ અટકાવી દીધી હતી. કાંદાના વેપારીઓ માને છે કે હાલમાં જે ભાવ પ્રવર્તે છે એના કરતાં ૧૫ ટકા વધુ ભાવ થવાની શક્યતા છે. આમ કાંદા હજી થોડો સમય તો ગૃહિણીઓને રડાવશે.