ટીમ ઇન્ડિયાએ ક્રિકેટમાં પાકિસ્તાનને હરાવી કરોડો ભારતીયોના દિલ જીતી લીધા

0
262

ક્રિકેટ વિશ્વકપ ૨૦૨૩માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં ભારતે પાકિસ્તાનને ૭ વિકેટથી સજજડ પરાજય આપીને વિશ્વકપમાં પાકિસ્તાન સામે અજેય રહેવાનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો. ક્રિકેટનો વિશ્વકપ ૧૯૭૫ થી યોજાય છે પરંતુ ભારત અને પાકિસ્તાન ૧૯૯૨ના વિશ્વકપમાં પ્રથમ વાર ટકરાયા હતા. ૧૯૯૨ થી માંડીને ૨૦૨૩ સુધીમાં બંને દેશો વચ્ચે વિશ્વકપમાં કુલ ૮ મુકાબલા થયા છે. તમામમાં ભારતે જીત મેળવવાનો સિલસિલો ચાલુ રહયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ૧.૨૫ લાખ પ્રેક્ષકોની હાજરીમાં બપોરે ૨ વાગે મેચનો પ્રારંભ થયો હતો.

ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લેતા પાકિસ્તાનની ટીમ ૧૯૧ રનમાં ઓલ આઉટ થઇ હતી. બુમરાહ, સિરાજ, જાડેજા અને હાર્દિક અને સ્પીનર કુલદિપ યાદવે ઉત્કૃષ્ટ બોલિંગનું પ્રદર્શન કર્યુ હતું, સિરાજે પાકિસ્તાનના અબ્દૂલા શફીકને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી હતી. પાકિસ્તાનના ઓપનરોએ સુંદર શરુઆત અપાવી હતી, શરુઆતની ૩ ઓવરમાં પાકિસ્તાની બેટસમેન હાવી રહયા હતી. સિરાજની એક ઓવરમાં ઇમામે ૩ ચોકા માર્યા હતા.