ટૉઇલેટ પેપરના વેડિંગ ડ્રેસની સ્પર્ધા…!!!

0
1604

વે‌ડિંગ ડ્રેસ ડિઝાઇન કરવાની સ્પર્ધાઓ તો દુનિયામાં ઠેર-ઠેર થતી હશે, પરંતુ અમેરિકાના ન્યુ કયૉર્કમાં એક ખાસ મટીરિયલમાંથી લગ્નનો ડ્રેસ બનાવવાની કૉમ્પિટિશન થાય છે. એમાં ડિઝાઇનરોને ફૅબ્રિક તરીકે માત્ર ટૉઇલેટ પેપર જ વાપરવાની છૂટ છે. એને સીવવા માટે ટૅપ, સોય-દોરો કે ગુંદર જેવી ચીજો વાપરી શકાય. આ દસમી વાર્ષિક સ્પર્ધા હતી. એની લોકપ્રિયતા એટલી જોરદાર છે કે એમાં અત્યાર સુધીમાં ૧૫૦૦ સ્પર્ધકોએ એન્ટ્રી મોકલી હતી જેમાંથી માત્ર ૧૫ ડિઝાઇનરો વચ્ચે ફાઇનલ રાઉન્ડ થયો.
ત્યાર બાદ ડિઝાઇનરોએ વાઇટ ટૉઇલેટ પેપરમાંથી વેડિંગ ગાઉન બનાવ્યા અને એ પહેરીને મૉડલોએ રૅમ્પ વૉક પણ કર્યું. સાઉથ કૅરોલિનામાં રહેતી મિતોજા હાસ્કાએ જાતે બનાવેલો ડ્રેસ પહેરીને રૅમ્પ વૉક કર્યું હતું અને તેને ફર્સ્ટ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here