ટ્રમ્પના ટેરિફ ટાર્ગેટથી ભારતને 7 અબજ ડોલરનું નુકસાન….

0
25

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલથી ભારતીય માલ-સામાન પર ટેરિફ વધારવાનું એલાન કર્યું : અમેરિકાના ઓટોમોબાઈલ્સ પર ભારત 100 ટકાથી વધુ ટેરિફ લગાવે છે, હવે ભારત પર સમાન ટેરિફ લાગશે: કેનેડાએ ટ્રમ્પની ટેરિફ વોર સામે WTOમાં ફરિયાદ કરી.અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસના સંયુક્ત સત્રમાં પ્રથમ વક્તવ્ય દરમિયાન પોતાની આકરી ટેરિફ નીતિનો બચાવ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત સહિત વિશ્વના અનેક દેશો અમેરિકાની વસ્તુઓ પર ઊંચા ટેરિફ વસૂલે છે. અમેરિકા હવે જેવા સાથે તેવાની નીતિ અપનાવશે અને સમાન ટેરિફ દરની જોગવાઈમાં ભારતને રાહત અપાશે નહીં. બીજી એપ્રિલથી ભારતને ટેરિફ ટાર્ગેટ બનાવવાના ટ્રમ્પના નિર્ણયથી ઓટોથી માંડી એગ્રીકલ્ચર સુધીના નિકાસ ક્ષેત્રોમાં ગભરાટ ફેલાયો છે. સિટી રિસર્ચના એનાલિસીસ મુજબ, અમેરિકાના આ પગલાથી ભારતને 7 અબજ ડોલરનું વાર્ષિક નુકસાન થઈ શકે છે.