અમેરિકા (America) ના હ્યૂસ્ટન (Huston)માં હાઉડી, મોદી (Howdy Modi) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે 22 સપ્ટેમ્બરના રોજ અમેરિકામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) એ 50 હજારથી વધુ લોકોને સંબોધિત કર્યા. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) પણ સામેલ થયા હતા. આખા વિશ્વમાં હાઉડી, મોદી કાર્યક્રમની ચર્ચા થઇ રહી છે. આ ચર્ચાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને લોકો સ્માર્ટ બોય (Smart Boy) કહીને બોલાવી રહ્યા છે.
જોકે અમેરિકાના હ્યૂસ્ટન NRG સ્ટેડિયમમાં થયેલા હાઉડી, મોદી ઇવેન્ટના ખતમ થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને વડાપ્રધાન નરેંદ્ર મોદી મંચ પરથી નીચે ઉતરીને બહારની તરફ જઇ રહ્યા છે. તે દરમિયાન ત્યાં તે બાળક ઉભો હતો, જેણે આ કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રંપ બાળકો સાથે હાથ મિલાવી રહ્યા હતા. ત્યારે એક ટીનેજર આવ્યો અને તેણે બંને સાથે સેલ્ફી લેવા કહ્યું. બંને રાષ્ટ્ર પ્રમુખ રાજી થઇ ગયા. બસ પછી શું હતું, બાળકે ફોનમાંથી બંને સાથે સેલ્ફી લઇ લીધી. PMO India એ પોતાના ટ્વિટર પેજ પર આ વીડિયોને શેર કર્યો છે. આ દરમિયાન ત્યાં ઉભેલા બાકી સાથી જોઇને આશ્વર્યચકિત થઇ ગયા. પીએમ મોદીએ જ્યાં યુવાનોની પીઠ થબથબાવી. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રંપે ફરીથી તેનો હાથ મિલાવીને તેની સાથે થોડી વાતચીત કરી. સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.