ટ્રમ્પ ટેરિફ વચ્ચે પીએમ મોદીએ પુતિન સાથે કરી વાત

0
322

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી. પીએમ મોદી અને પુતિને ટ્રમ્પ ટેરિફ વિવાદ વચ્ચે ભારત-રશિયાના સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે ખૂબ જ સારી અને વિસ્તૃત વાતચીત થઈ હતી. મેં યુક્રેન પર નવીનતમ ઘટનાક્રમ શેર કરવા બદલ તેમનો આભાર માન્યો. અમે અમારા દ્વિપક્ષીય એજન્ડામાં પ્રગતિની સમીક્ષા કરી હતી અને ભારત-રશિયાની વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. હું આ વર્ષના અંતે ભારતમાં રાષ્ટ્રપતિ પુતિનની યજમાની કરવા આતુર છું.