અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. તેઓ સોમવાર સવારે અમદાવાદની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ અહીં એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પનું ગળે લગાવીને શાહી સ્વાગત કર્યું હતું. ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ પણ અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટથી તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાંથી તેઓ મોટેરા સ્ટેડિયમ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ટ્રમ્પ અને પીએમ મોદીનો 22 કિમી. લાંબો રોડ શો યોજાયો હતો. હવે ટ્રમ્પ પરિવાર આગ્રા જવા માટે રવાના થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધિત કર્યો. અમદાવાદ આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો 22 કિમી. લાંબો રોડ શો યોજાયો હતો જ્યાર બાદ મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા, જ્યાં અમેરિકન રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી મોદી અને ભારતના વઘાણ કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પે આ દરમિયાન અમેરિકાને ભારતનો સૌથી સારો મિત્ર ગણાવ્યો અને કહ્યું કે પીએમ મોદી એક સાચા ચેમ્પિયન છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયાના વખાણ કર્યા અને અમેરિકાને સાચો મિત્ર ગણાવ્યું. ત્યારે હવે ટ્રમ્પ પરિવાર અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો છે. જ્યાંથી તેઓ આગ્રા જશે. પ્રધાનમંત્રી મોદી સાથે રહેશે.